વૈશાખ સુદની ત્રીજે સતીએ તલનો આહાર કર્યો

વૈશાખ સુદની ત્રીજે સતીએ તલનો આહાર કર્યો. તેમણે નવા જવનો ભાત બનાવીને રુદ્રદેવની પૂજા કરી. આ રીતે આરાધના કરતાં તેઓ આખો વૈશાખ માસ પસાર કરતાં હતાં. જેઠ માસની પૂર્ણિમાની રાત્રે સતીએ સુંદર વસ્ત્ર અને ભટકેયાનાં ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરી. એ માસ તેમણે નિરાહાર રહીને જ વિતાવ્યો. અષાઢ માસની સુદ ચૌદશે સતીએ કાળું વસ્ત્ર અને ભટકેયાનાં ફૂલોથી રુદ્રદેવનું પૂજન કર્યું. શ્રાવણ માસની સુદ આઠમે અને ચૌદશે સતીએ ભગવાન શિવની પૂજા કરી. આ પૂજામાં તેમણે જનોઈ, વસ્ત્ર અને કુશની પવિત્રીઓનો ઉપયોગ કર્યો. ભાદરવા માસની વદ તેરશે વિવિધ પ્રકારનાં પુષ્પો અને ફળોથી શિવપૂજન થતું હતું. ચૌદશે સતી કેવળ પાણી પીને રહ્યાં. તેઓ વિવિધ પ્રકારનાં ફળ, ફૂલ અને મોસમી અનાજ દ્વારા ભગવાન શિવનું પૂજન કરતાં હતાં. આખો માસ નિયમિત આહાર કરીને તેઓ જપમાં લાગેલાં રહેતાં હતાં. બ્રહ્માજી જણાવે છે કે, બધા જ માસોમાં સતી આખો દિવસ શિવજીની આરાધનામાં સંલગ્ન રહેતાં હતાં. પોતાની ઇચ્છાથી માનવરૂપ ધારણ કરનારાં આ દેવી દૃઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતાં હતાં. આ રીતે તેમણે નંદાવ્રત સંપૂર્ણ રીતે પૂરું કર્યું. ભગવાન શિવમાં અનન્ય ભાવ રાખનારાં સતી પછી એકાગ્રચિત્ત થઈને તેમનું ધ્યાન કરવા લાગ્યાં. એ જ ધ્યાનમાં તેમની સ્થિતિ નિશ્ચલ થઈ ગઈ.
0:00 / 0:00
Share
← Return to Studio