બ્રહ્માજી નારદજીને આગળ કહે છે કે, સતીને આ પ્રમાણે કહીને હું દક્ષના ઘરે થોડી વાર રોકાય

બ્રહ્માજી નારદજીને આગળ કહે છે કે, સતીને આ પ્રમાણે કહીને હું દક્ષના ઘરે થોડી વાર રોકાયો. પછી તેમની પાસેથી વિદાય લઈને હું અને તમે બંને પોતપોતાના સ્થાને ગયા. મારી વાત સાંભળીને દક્ષ ખૂબ પ્રસન્ન થયા. તેમની બધી માનસિક ચિંતા દૂર થઈ ગઈ. પોતાની પુત્રીને પરમેશ્વરી સમજીને તેમણે સતીને ખોળામાં લઈ લીધાં. ભક્તવત્સલા સતી પોતાની સ્વેચ્છાથી માનવરૂપ ધારણ કરીને પ્રગટ થયાં હતાં. તેઓ કુમારોચિત લીલાવિહારથી સુશોભિત થતાં હતાં. હવે તેમણે કૌમાર અવસ્થા પાર કરી. બાળ્યાવસ્થા વીતાવીને થોડું યુવાવસ્થામાં પ્રવેશેલાં સતી અત્યંત તેજ અને શોભાથી સંપન્ન થયાં. તેમનાં સમગ્ર અંગો મનોહર દેખાવા લાગ્યાં. લોકેશ દક્ષે જોયું કે સતીના શરીરમાં યુવાવસ્થાનાં લક્ષણો પ્રગટ થવા લાગ્યાં છે. ત્યારે તેમના મનમાં ચિંતા થઈ કે, હું મહાદેવજી સાથે આનો વિવાહ શી રીતે કરું? સતી પોતે પણ મહાદેવજીને પ્રાપ્ત કરવાની અભિલાષા પ્રતિદિન રાખતાં હતાં. તેમણે પોતાના પિતાના મનોભાવ સમજી લીધા અને પોતાની માતા પાસે ગયાં. વિશાળ બુદ્ધિવાળી, સતીરૂપિણી પરમેશ્વરી શિવાએ પોતાની માતા વીરણી પાસે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાની આજ્ઞા માગી. માતાએ તેમને આજ્ઞા આપી. પછી દૃઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારાં સતીએ મહેશ્વરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પોતાના ઘરમાં રહીને જ તેમની આરાધનાનો પ્રારંભ કર્યો.
0:00 / 0:00
Share
← Return to Studio